ઘણા લોકોને કબાબ ખાવાનું પસંદ હોય છે, પરંતુ તે માંસાહારી હોવાથી, તેઓ તેને ખાવાનું ટાળે છે, આજે અમે તમને વેજ કોબી કબાબ બનાવવાની રીત જણાવીશું.
કોબીજ, ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું , ચણાનો લોટ, દહીં, તેલ.
સૌપ્રથમ તાજી કોબીને બારીક સમારી લો પછી તેને પાણીથી ધોઈને ચાળણી વડે વાસણમાં રાખો. જેથી બધુ પાણી બહાર નીકળી જશે.
હવે ડુંગળીને બારીક સમારી લો અને લસણ, આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને પછી એક વાસણમાં કોબીજ, ડુંગળી અને આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં દહીં, જીરું ધાણા પાવડર, ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે 10 મિનિટ પછી તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરી કોબીજની પેસ્ટમાંથી હાથ વડે કબાબ બનાવો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી કબાબને ધીમા તાપે તળી લો અને બહાર કાઢીને સર્વ કરો.