પરફેક્ટ દૂધી ચણા દાળનુ શાક બનાવવાની રીત


By Vanraj Dabhi19, Apr 2025 06:12 PMgujaratijagran.com

દૂધી ચણા દાળનુ શાક

દૂધી ચણા દાળનું શાક એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે, તમે આ રેસીપી ઘરે બનાવી શકો છો.

સામગ્રી

દૂધી, ચણાની દાળ, ટામેટું, રાઈ-જીરું, હીંગ, તજ-લવિંગ, લસણ, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, કોથમરી,મીઠું, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચણાની દાળ ધોઈને 30 મિનીટ પાણીમાં પલાળી દો અને દૂધી,ટમેટા,કોથમરીને સમારી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હીંગ,લસણ,તજ-લવિંગ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલું ટામેટું,લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને હળદર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પલાળેલી ચણાની દાળ,સમારેલ દૂધી,મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

હવે દૂધી ચણાની દાળના શાકમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Guvar Nu Shaak Recipe: ગુવારનું રસાવાળું શાક, નોંધી લો કાઢિયાવાડી રેસીપી