બધા લોકોએ કાકડીનું રાયતું ખાધુ જ હશે, પરંતુ તે ઘરે બનાવવા માટે માત્ર દહીં, કાકડી, લીલા મરચાં, જીરું પાઉડર અને મીઠું વગેરે સામગ્રીની જરૂર પડે છે.
ઘાટું દહીં, કાકડી, લીલું મરચું, જીરું પાઉડર, કોથમરી, મીઠું.
કાકડીને પાણીથી ધોઈને તેની છાલ ઉતારીને તેને છીણી લો.
હવે એક નાના બાઉલમાં દહીં,મીઠું નાખીને ચમચીથી વલોવી લો.
હવે વલોવેલા દહીંમાં છીણેલી કાકડી અને લીલું મરચું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો.
રાયતાને પીરસવાના બાઉલમાં કાઢો અને જીરું પાઉડર અને કોથમરીથી ગાર્નિશ કરો.
તૈયાર છે કાકડીનું રાયતું, તમે તેનો આનંદ માણી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.