Kokum Sharbat: કોકમનું શરબત બનાવવાની રીત


By Vanraj Dabhi11, Apr 2025 03:44 PMgujaratijagran.com

કોકમનું શરબત

ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીતા હોય છે, આજે અમે તમને હેલ્ધી ડ્રિંક્સ ઘરે બનાવવાની સરળ રીત જણાવીશું.

સ્વાસ્થ્ય લાભો

આ શરબત સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તેનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક લાભ આપે છે.

સામગ્રી

કોકમ ફળ, પાણી, ખાંડ, એલચી પાઉડર, જીરું પાઉડર અને સંચળ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કોકમને સારી રીતે પાણીથી ધોઈને કાપી તેના બીજ અલગ કરી લો.

સ્ટેપ-2

હવે તેનો પલ્પ અને બહારના ભાગને મિક્સર જારમાં પીસીને એક વાસણમાં ગળણીથી ગાળી લો.

સ્ટેપ-3

હવે એક વાસણમાં ખાંડની ઘટ્ટ ચાસણી તૈયાર કરી તેમાં કોકમનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં જીરું પાઉડર અને એલચી પાઉડર ઉમેરો.

સર્વ કરો

હવે આ મિશ્રણને થોડીવાર ફ્રિજમાં ઠંડુ કરવા મૂકો અને પછી તેને એક ગ્લાસમાં એક ચમચી કોકમ સીરપ લઈને મિક્સ કરીને પીઓ.

Kakdi Thepla Recipe: કાકડીના થેપલા બનાવવાની રીત