Carrot Halwa: ગાજરનો હલવોની રેસીપી


By Vanraj Dabhi08, Dec 2024 12:00 PMgujaratijagran.com

ગાજરનો હલવો

ગાજરનો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર છે. ચાલો જાણીએ કે દૂધમાં ગાજરને પકાવી હલવો કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી

ગાજર, દૂધ, ખાંડ, કાજુ, બદામ, કિશમિસ, પિસ્તા, એલચી પાવડર, ઘી.

સ્ટેપ-1

ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ગાજરને છાલ ઉતારીને છીણી લો.

સ્ટેપ-2

હવે ગાજરમાં 1 કપ પાણી નાખીને પ્રેશર કૂકરમાં 1 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-3

હવે મધ્યમ આંચ પર કડાઈમાં ઘી નાંખીને ગરમ કરવા રાખો અને કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગાજર નાખીને સાંતળો.

સ્ટેપ-4

હવે તેમાં દૂધ નાખીને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

સ્ટેપ-5

જ્યારે બધુ દૂધ સુકાઈ જાય ત્યારે ગાજરમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવો.

સ્ટેપ-6

જ્યારે ખાંડનું પાણી પણ સુકાઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ નાખીને મિક્સ કરો.

સ્ટેપ-7

ગાજર, દૂધ અને ખાંડનું પાણી સુકાઈ જાય એટલે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો તૈયાર છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cheese Corn Balls: ચીઝ કોર્ન બોલ્સની રેસીપી