Cheese Corn Balls: ચીઝ કોર્ન બોલ્સની રેસીપી


By Vanraj Dabhi08, Dec 2024 11:40 AMgujaratijagran.com

ચીઝ કોર્ન બોલ્સ

બ્રેકફાસ્ટમાં દરેક લોકોને યુનિક રેસીપી પસંદ હોય છ, આજે અમે બધાને મજા પડે તેવા સરળ બ્રેડક્રમ્સ સાથે પરફેક્ટ ચીઝ કોર્ન બોલની રેસીપી જણાવીશું.

સામગ્રી

બાફેલા બટાકા, સ્વીટ કોર્ન, કેપ્સીકમ, કોથમીર, લસણ, બ્રેડ સ્લાઈસ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, કાળા મરી પાઉડર, મોઝેરેલા ચીઝ, મીઠું, તેલ, મકાઈનો લોટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ લીલી મકાઈ,કોથમરીને સમારી લો અને મોઝેરેલા ચીઝ, બ્રેડ સ્લાઈસના ટુકડા કરી મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી એક પેનમાં હળવા સાંતળી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી તેમાં મકાઈના દાણા, કોથમરી, મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ, કાળા મરી પાઉડર, મકાઈનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી કોર્ન ફ્લોર વારા મિશ્રણમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બોલ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે ચીઝ કોર્ન બોલ્સ તમે સોસ અથવા મનપસંદ ચટણી સાથે ગરમાં ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Na Dhokla: સ્વીટ કોર્ન ઢોકળાની યુનિક રેસીપી