Mango Jam Recipe: મેંગો જામ બનાવવાની રીત


By Vanraj Dabhi10, May 2025 11:51 AMgujaratijagran.com

મેંગો જામ

જો તમને કંઈક મીઠી ખાવાનું મન થાય, તો ઘરે બનાવો કેરીનો જામ, બાળકો માંગીને ખાશે, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ રીત.

સામગ્રી

પાકેલી કેરી, ખાંડ, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કેરીની છાલ ઉતારી તેનો પલ્પ કાઢી લો. તેને મિક્સરમાં નાખો અને સારી રીતે બ્લેન્ડ કરીને સ્મૂધ પ્યુરી બનાવો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તૈયાર કરેલી પ્યુરી નાખી અને તેમાં સમાન માત્રામાં ખાંડ ઉમેરીને ઘીમા તાપે હલાવતા રહો.

સ્ટેપ-3

હવે તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ તેનો સ્વાદ પણ સુધારે છે.

સ્ટેપ-4

હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થવા લાગે અને પારદર્શક દેખાય ત્યારે ગેસ બંધ કરી દો.

સ્ટોર કરો

તૈયાર છે મેંગો જામ, જામને હંમેશા કાચની બરણીમાં રાખો કારણે કે, પ્લાસ્ટિકના કન્ટેનરમાં જામ ઝડપથી બગડી શકે છે.

Dungari Na Paratha: ડુંગળીના પરાઠા બનાવવાની રીત