Dungari Na Paratha: ડુંગળીના પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi09, May 2025 10:59 AMgujaratijagran.com

ડુંગળીના પરાઠા

રોજ નાસ્તામાં સાદા પરોઠા ખાઈને કંટાળી ગયા છો? તો આજે અમે તમને ડુંગળીના પરોઠા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, ડુંગળી, જીરું, મીઠું, લીલા મરચાં, ગરમ મસાલા પાઉડર, ધાણાજીરું, લીલા ધાણા, તેલ.

સ્ટેપ-1

એક કડાઈમાં તેલ ગરમ તેમાં જીરું અને ડુંગળી નાખીને સાંતળો.

સ્ટેપ-2

તેમાં બારીક સમારેલું લીલું મરચું, કાપેલા લીલા ધાણા, ગરમ મસાલા પાઉડર અને ધાણાજીરું નાખીને મિક્સ કરી લો..

સ્ટેપ-3

હવે એક કાથરોટમાં ઘઉંનો લોટ, તેલ,ફ્રાય કરેલ ડુંગળીનું મિશ્રણ અને મીઠું ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના લૂઆ બનાવી તેની પર તેલ લગાવીને પરાઠા બનાવો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર પરોઠા મૂકી હળવા શેકી પછી એક ચમચી તેલ લગાવીને બંને બાજું શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ડુંગળીના પરાઠા, તમે દહીં, દમ આલુ, કાકડીના રાયતા અથવા અન્ય આચાર સાથે સર્વ કરી શકો છો.

Amritsari Chole Recipe: અમૃતસરી છોલે મસાલા બનાવવાની રીત