ચા એવી વસ્તુ છે જે સવાર થતાંની સાથે જ યાદ આવે. ચા દરેક ને ખુબ જ પ્રિય વસ્તુ છે અને એના વગર બધાની સવાર અધુરી છે.
દરેક લોકોની ચા બનાવવાની પદ્ધતિ અને એમાં ઉમેરવામાં આવતાં મસાલા અલગ-અલગ હોય છે. ઘણા લોકોને ફક્ત આદુ સાથે પસંદ છે તો ઘણા લોકો એમાં આદુ અને ફુદીનો ઉમેરીને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ફક્ત મસાલો ઉમેરેલી ચા ગમે છે.
ચાનો મસાલો બનાવવો ખુબ સરળ છે અને ઘરે બનાવવામાં આવતો હોવાથી એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણે આપણી પસંદગી મુજબની વસ્તુઓ વધારી ઘટાડી શકીએ છીએ. ચાનો મસાલો બનાવીને એરટાઈટ કન્ટેનરમાં અથવા ઝીપ લોક બેગ માં ઘણા મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય.
20 ગ્રામ એલચી, અડધું જાયફળ, 5 ગ્રામ મરી, 10-15 લવિંગ, 20 ગ્રામ તજ, 60 ગ્રામ સૂંઠ
સૌ પ્રથમ એલચી, ચક્ર ફૂલ, જાયફળ, મરી, લવિંગ અને તજને ધીમા તાપે થોડી વાર શેકો. પછી તેને ઠંડું થવા દો.
હવે પછી બધી સામગ્રીનો મિક્સરમાં ઝીણો પાઉડર બનાવી લો. પાઉડરને એક વાસણમાં કાઢી લો.
હવે તેમાં સૂંઠ પાઉડર મિક્સ કરો. ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી હવાચુસ્ત ડબ્બામાં ભરી લો અને ચાનો મસાલો ચામાં નાખી ગરમ ગરમ ચા સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.