શિયાળામાં દાઢે વળગે એવા લસણિયા બટાકા વડા, નોધી લો રેસીપી


By Dimpal Goyal24, Nov 2025 03:35 PMgujaratijagran.com

લસણિયા બટાકા વડા

શિયાળો આવતા જ માર્કેટમાં લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલા લસણની સુગંધ અને સ્વાદથી ઘરની વાનગીઓનો ટેસ્ટ જ બદલાઈ જાય છે. આ શિયાળામાં તમારા નાસ્તાને ખાસ બનાવવા માટે તૈયાર કરો લસણિયા બટાકા વડા!

જરૂરી સામગ્રી

ચણાનો લોટ, ચાર મોટા બટાકા, એક જુડી લીલું લસણ, લીલા ધાણા, લીલું મરચું, આદુ, ગરમ મસાલો, મીઠું, તળવા માટે તેલ, કાજુ, કીસમીસ, ખાવાના સોડા, વરિયાળી, કાળા મરી,મીઠું (સ્વાદ મુજબ),પાણી

સ્ટેપ 1

બટાકા બાફીને તૈયાર કરો પછી એક કૂકરમાં પાણી લો અને તેમાં ૪ મોટા બટાકા મૂકીને બરાબર બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેને ઠંડા પાડીને તેની છાલ ઉતારી દો.

સ્ટેપ 2

એક નાની કડાઈમાં 1-2 ચમચી તેલ ગરમ કરો. તેમાં કટ કરેલું લીલું લસણ ઉમેરીને આછું સાંતળી લો (સહેજ નરમ પડે ત્યાં સુધી), આ વઘાર વડામાં શાનદાર સ્વાદ આપશે.

સ્ટેપ 3

એક મોટા વાસણમાં બાફેલા બટાકા લઈને તેને સારી રીતે મેશ કરી લો. મેશ કરેલા બટાકામાં મીઠું, મરી પાઉડર, વરિયાળી, કટ કરેલા લીલા મરચાં, આદુની પેસ્ટ, કાજુ-કિસમિસના ટુકડા, ખાંડ, લીંબુનો રસ, અને ગરમ મસાલો, કટ કરેલા લીલા ધાણા અને સાંતળેલું લીલું લસણ ઉમેરો.

સ્ટેપ 4

તૈયાર કરેલા બટાકાના મસાલામાંથી મધ્યમ આકારના ગોળ બોલ (વડા) બનાવી લો.

સ્ટેપ 5

એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરતા જઈને ગાંઠા વગરનું, ઘટ્ટ ખીરું તૈયાર કરો. વડા તળતા પહેલાં, ખીરામાં એક ચપટી ખાવાનો સોડો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ 6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થવું જરૂરી છે. બટાકાના બોલને તૈયાર કરેલા ચણાના લોટના ખીરામાં નાખીને સરખી રીતે કોટ કરી લો. ખીરામાં બોળેલા વડાને એક પછી એક ગરમ તેલમાં નાખો. બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

વાંચતા રહો

તૈયાર છે તમારા સ્વાદિષ્ટ લસણિયા બટાકા વડા! તેને લીલી ચટણી, આંબલીની ચટણી અથવા ગરમા-ગરમ ચા સાથે પીરસો અને શિયાળાની મજા માણો.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચો.

હાઈ પ્રોટીન વાળા કાળા ચણાનું સૂપ કેવી રીતે બનાવવું