શિયાળામાં જરૂર ખાઓ આ 6 હેલ્ધી પરાઠા, શરીર રહેશે સ્વસ્થ


By Thakur Dharmendrasinh Dilipsinh04, Jan 2025 03:35 PMgujaratijagran.com

શિયાળામાં ગરમા-ગરમ પરાઠા ખાવાની ઘણી મજા આવે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ

હેલ્ધી શાકભાજી

હેલ્ધી શાકભાજીથી ભરેલા પરાઠા ટ્રાય કરવા જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વ મળે છે અને તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

વજન કંટ્રોલમાં રહેશે

પરાઠા ખાવાની દિવસભર એનર્જી મળે છે. જો તને હેલ્ધી બનાવવામાં આવે તો તે વધતા વજનને કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે.

મેથીના પરાઠા

ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવા માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. મેથીના પરાઠા ખાવાથી યાદશક્તિ વધે છે. તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

ફૂલકોબીના પરાઠા

ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ઉપરાંત, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

મૂળાના પરાઠા

મૂળા શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. આ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મૂળાના તમને શરદી અને ઉધરસમાં રાહત મળે છે.

મટરના પરાઠા

મટર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે દિલની બીમારીઓનું જોખમ ઘટાડે છે. તે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જે શરીરને સ્વસ્થ અને એક્ટિવ રાખે છે.

ગાજરના પરાઠા

ગાજરમાં વિટામીન A, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગાજરના પરાઠા ખાવાથી શરદી અને ઉધરસ જેવી બીમારીઓથી બચાવ થાય છે.

બીટરૂટના પરાઠા

બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન, ફાઈબર અને વિટામિન-સી હોય છે, જે એનિમિયાને દૂર કરે છે. તે શરીરને ફ્રેશ રાખે છે. તેનાથી દિવસભર પેટ ભરેલું રહે છે. તેનાથી થાક અને નબળાઈમાં પણ રાહત મળે છે.

આ સ્વાદિષ્ટ પરાઠાને તમે સિઝનમાં ગમે ત્યારે બનાવી શકો છો.

શિયાળામાં આ પરાઠા ખાવાથી શરીર ચપળ અને ફિટ રહેશે.

Pink Dosa: સાઉથ ઈંડિયન સ્ટાઈલમાં ઘરે ટ્રાય કરો બીટરૂટ ઢોસા