Navratri Recipe: ઉપવાસમાં ખવાય તેવા રાજગરાના ફરાળી પરાઠા


By Jivan Kapuriya25, Sep 2025 10:58 AMgujaratijagran.com

ફરાળી પરાઠા

નવરાત્રીમાં વ્રતનું ખૂબ જ મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી વસ્તુઓ જ ખાવામાં આવે છે. ચાલો જાણીએ ફરાળી પરાઠા બનાવવાની સરળ રીત.

ચા સાથે પરાઠા

ચા સાથે આ ફરાળી પરાઠા ખાવાની મજા અલગ છે. ઘણા લોકો દહીં કે ચટણી સાથે પણ ખાય છે.

સામગ્રી

રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, જીરું,સેંધા નમક, ઘી, કોથમીર, લીલા મરચા,પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, જીરું,મીઠું, ઘી, કોથમીર, લીલા મરચા અને પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

થોડીવાર લોટને રેસ્ટ થવા દો જેથી લૂઓ બનાવીને પરાઠા બનાવી શકાય.

સ્ટેપ-3

હવે લૂઓ લઈને રોટલીની જેમ વણી લો અને ગેસ પર તવો ગરમ કરો.

સ્ટેપ-4

તવો ગરમ થાય પછી પરાઠાને મૂકીને બન્ને બાજુ તેલ લગાવીને શેકી લો. તૈયાર છે ટેસ્ટી રાજગરાના ફરાળી પરાઠા, તમે તેને દહીં કે ફરાળી ચટણી સાથે સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રીમાં બનાવો ફરાળી ઢોસા, નોંધી લો રેસિપી