Cancer Causes: તમારા રસોડામાં રહેલી આ વસ્તુઓ કેન્સરને આપે છે આમંત્રણ


By Sanket M Parekh27, Sep 2025 04:07 PMgujaratijagran.com

ઘાતક બીમારી

કેન્સર એક ઘાતક બીમારી છે, જે ખાણીપીણીની ખોટી આદતો અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે ઝડપથી ફેલાઈ રહી છે. એવામાં જો તમે તમારા કિચન અર્થાત રસોડામાં જો આ પાંચ વસ્તુઓ રાખી હશે, તો કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે.

પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ્સ

જો તમારા રસોડામાં ચિપ્સ, નૂડલ્સ અને કોલ્ડ ડ્રિંક્સ જેવા પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ્સ રાખવામાં આવ્યા હોય, તો તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે.

પ્લાસ્ટિકના કન્ટેનર

પ્લાસ્ટિકના કન્ટેનરમાં હાનિકારક કણો હાજર હોય છે, જે ભોજન સાથે ભળી શકે છે. જેના કારણે હોર્મોન અસંતુલનની સમસ્યા થઈ શકે છે. તેથી પ્લાસ્ટિકની વસ્તુઓને રસોડામાંથી તરત જ દૂર કરવી જોઈએ.

વાસી અને ફૂગવાળું ફૂડ

વાસી અને ફૂગવાળા ભોજનમાં એફ્લાટોક્સિન નામનો ઝેરી પદાર્થ બને છે. આ ઝેરી પદાર્થ લિવર કેન્સરનું જોખમ વધારી શકે છે.

એલ્યુમિનિયમ ફોઇલ

જો તમે ફૂડને સ્ટોર કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો તેનાથી શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધી શકે છે, જે લાંબાગાળે કેન્સરનું કારણ બને છે.

ડીપ ફ્રાઈડ વસ્તુઓ

વધુ તળેલી અને ડીપ ફ્રાઈડ વસ્તુઓમાં એક્રિલામાઇડ નામનો ઝેરી પદાર્થ બને છે. આ પદાર્થ કેન્સરનું કારણ બની શકે છે.

તબીબની સલાહ

જો તમારા રસાડોમાં પણ ઉપરોક્ત વસ્તુઓ લાંબા સમયથી રહેતી હોય અને તમને શરીરમાં કોઈ ફેરફાર જણાય કે તકલીફ થાય, તો તમારે એકવાર તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.

Cholesterol Levels: તમારું કૉલેસ્ટ્રોલનું લેવલ કેટલું હોવું જોઈએ?