શિયાળામાં દરેક લોકોને તીખુ તમતમતુ ખાવાની મન થતુ હોય છે, તેથી આજે અમે તમને સ્પાઈસી રેસીપી જણાવીશું.
બાજરાનો લોટ, જુવારનો લોટ, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, તલ, મીઠું, ઘી.
સૌ પ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ, બાજરોનો લોટ, લસણ, લીલા મરચાંની પેસ્ટ, તલ, મીઠું નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડુ થોડુ પાણની ઉમેરીને મસળીને નરમ લોટ બાંધી લો.
હવે લોટમાંથી મોટો લૂઓ બનાવીને રોટલી કે રોટલાની જેમ બનાવી લો.
હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર રોટલો મૂકી બંને બાજુ શેકી લો.
હવે રોટલાને નીચે ઉતારી લસણની પેસ્ટ અને ઘી લગાવીને રોટલી પર બ્રશથી ફેલાવી લો.
તૈયાર છે લસણ વાળી રોટલી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.