Suji Handvo Recipe: રવામાંથી બનાવો હાંડવોની રેસીપી


By Vanraj Dabhi10, Jan 2025 06:00 PMgujaratijagran.com

રવાનો હાંડવો

ઘણા લોકોને નાસ્તામાં ગુજરાતી રેસીપી ખાવી ગમતી હોય છે. હાંડવો એક પરફેક્ટ ગુજરાતી નાસ્તાની રેસીપી છે. તમે રવાનો ઇન્સ્ટન્ટ હાંડવો 10 મિનિટમાં બનાવી શકાય છે.

સામગ્રી

રવો,ચણાનો લોટ,શેકેલી મગફળી,લીલા મરચા,હળદર પાવડર,લાલ મરચું પાવડર,સરસવ,તલ,જીરું,આદુની પેસ્ટ,દહીં,છીણેલ ગાજર,કોબીજ,કેપ્સીકમ,ઈનો ફ્રુટ સોલ્ટ,ધાણાજીરું,મીઠું,મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો, દહીં અને ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી પછી તેમાં પાણી ઉમેરીને જાડું બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં આદુની પેસ્ટ,લાલ મરચું પાવડર,ધાણાજીરું પાવડર,હળદર પાવડર,લીલા મરચા,મીઠું વગેરે મસાલા બેટરમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં શેકેલી મગફળી,કેપ્સીકમ,કોબીજ અને ગાજર ઉમેરી હવે 10 મિનિટ બેટરને સેટ થવા દો.

સ્ટેપ-4

હવે એક પેન ગરમ કરી તેમાં હાંડવાનું તૈયાર બેટરમાં ઈનો ફ્રુટ સોલ્ટ ઉમેરીને મિક્સ કરી ઉમરો.

સ્ટેપ-5

હવે તેમાં તેલ ગરમ કરીને તેમાં સરસવના દાણા નાખીને ધીમી આંચ પર જીરું અને તલ નાખીને હાંડવાને સારી રીતે ફ્રાય કરો.

સર્વ કરો

હવે હાંડવાને એક પ્લેટમાં કાઢીને પછી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મકરસંક્રાંતિ 2025: આ ઉત્તરાયણ પર ઘરે ટ્રાય કરો તલ અને ગોળના સ્વાદિષ્ટ પરાઠા