સુખડી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે.સુખડીએ ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવવામાં આવે છે.ઘણી જગ્યાએ તો સુખડી પ્રસાદમાં પણ અપાય છે.
ઘઉંનો લોટ,ગોળ,ઘી,સુંઠ.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળ ઉમેરો.
હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરી લો.
મિશ્રણ લાલ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી ફૂલ ગેસ પર પકાવો.
હવે નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી સુંઠ નાખીને મિક્સ કરી લો.
હવે એક થાળીમાં ફેલાવી દો અને એકદમ ઠરી જાય પછી ચોસલા પાડી લો.
તૈયાર છે આપણી સુખડીની રેસીપી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.