દરેક લોકોને ફ્રુટ સલાડ પસંદ હોય છે પરંતુ બહાર જેવું ફ્રુટ સલાડ ઘરે બનતું નથી આજે અમે તમને પરફેક્ટ માપ સાથે ફ્રુટ સલાડ બનાવવાની રીત જણાવીશું.
1 લીટર દૂધ,1 વેનિલા ફ્લેવર,100 ગ્રામ ખાંડ,2 સફરજન, 2 કેળા,2 ચીકુ,100 ગ્રામ દ્રાક્ષ,1 દાડમ, 2 ચમચી બદામ,2 કાજુ, કિસમિસ.
સૌ પ્રથમ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને તેમાંથી એક વાટકી દૂધ કાઢી તેમાં એક ચમચી વેનિલા પાવડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે ગરમ કરવા મૂકેલા દૂધમાં થોડું થોડું ઉમેરતા જઈને મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ ઉમેરી ફૂલ ગેસ પર દૂધને ઉકાળી લો, પછી તેને થોડી વાર ઠંડુ થવા દો.
હવે સફરજન કેળા, અને ચીકુ સમારીને ગરમ કરેલા દૂધમાં નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં દ્રાક્ષ,દાડમના દાણા,સમારેલા કાજુ-બદામ-કિસમિસ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે આપડું ટેસ્ટી ફ્રૂટ્સ સલાડ, તમે તેને ઠંડું કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.