Jalaram khichdi: બારડોલીની પ્રખ્યાત જલારામની ખીચડી


By Vanraj Dabhi30, Nov 2024 05:35 PMgujaratijagran.com

જલારામ ખીચડી

ખીચડીએ એક હેલ્ધી અને હળવો ખોરાક છે, તમે સાંજના ભોજનમાં ખીચડી બનાવવા માંગતા હોવ તો નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

ચોખા, મગની દાળ, પીળી મગની દાળ, તુવેર દાળ, પાણી, મીઠું, હળદર પાવડર, ઘી, બટાકા, રીંગણ, ગાજર, લીલા વટાણા, દૂધી, રાઈ, જીરું, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન, હિંગ, મગફળી, તમાલપત્ર, લવિંગ, સૂકું નાળિયેર, ટામેટા, લાલ મરચું પાવડર, ધાણાજીરુ, ગરમ મસાલો, શેકેલા જીરા, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં દાળ-ચોખા મિક્સ કરી પાણીથી ધોઈને 10 મિનિટ પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2

હવે એક પ્રેશર કૂકરમાં પાણી ગરમ કરી તેમાં દાળ-ચોખા અને સમારેલા શાકભાજી ઉમેરીને હળદર,મીઠુ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે ફૂલ ગેસ પર કૂકર મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી ઢાંકણ બંધ કરી 5 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-4

હવે તે પકાવીને ખીચડીમાં તેલ કે ઘી ઉમેરી મિક્સ કરી લો.

સર્વ કરો

ખીચડી તૈયાર છે,તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચત રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Paratha Recipe: લીલી મકાઈના પરોઠા બનાવવાની રીત