Makai Paratha Recipe: લીલી મકાઈના પરોઠા બનાવવાની રીત


By Vanraj Dabhi30, Nov 2024 04:45 PMgujaratijagran.com

પરોઠાની રેસીપી

શિયાળામાં ગરમા ગરમ આલૂ, મેથી કે મૂળાના પરોઠા, તમે ખાધા હશે પરંતુ તમે લીલા મકાઈના પરોઠા નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

સ્વીટ કોર્ન, આદુ-મરચાની પેસ્ટ, કેપ્સીકમ, કોથમીર, બેસન, ચોખાનો લોટ,અજમો, હિંગ, મીઠું, ગરમ મસાલો, તલ, મગફળી પાવડર, સુકા નારિયેળ, લીંબુનો રસ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, કાળા મરી પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં લીલી મકાઈને ખમણી લો.

સ્ટેપ-2

હવે તેમાં કેપ્સીકમ, આદુ મરચાની પેસ્ટ,અજમો, સફેદ તલ, મીઠું, મસાલા વગેરે નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં કોથમરી, મગફળીનો ભુકો, ચોખાનો લોટ,ચણાનો લોટ, હિંગ, હળદર, મરચું પાઉડર ઉમેરો.

સ્ટેપ-4

હવે તેમાં નારિયેળનું ખમણ,કાળા મરી પાઉડર,લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીને થીક બેટર બનાવી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની ઉપર તેલ લગાવીને બેટર ફેલાવીને પરાઠા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે લીલી મકાઈના પરોઠા, તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bharela Marcha: કાઠીયાવાડી સ્ટાઈલ આખા ભરેલા મરચાની રેસીપી