Guvar Nu Shaak Recipe: ગુવારનું રસાવાળું શાક, નોંધી લો કાઢિયાવાડી રેસીપી


By Vanraj Dabhi19, Apr 2025 04:03 PMgujaratijagran.com

ગુવારનું શાક

ગુવારનું શાક ઘણી રીતે બનાવવામાં આવે છે, જેમ કે રસાવાળુ, લોટવાળું, ગ્રેવી, અને આખા ગુવારનું શાક, આજે આપણે ઘરે ટ્રાય કરીશું ગુવારનું રસાવાળું શાક.

સામગ્રી

ગુવાર, મીઠું, રાઈ-જીરું, તેલ, પાણી, લીલા મરચા, લસણવાળી ચટણી, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો.

સ્ટેપ-1

સૌ પ્રથમ ગુવારને સમારી લો અને લસણવાળી ચટણી તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એક કૂકરમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરું,લસણ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ગુવાર ઉમેરીને તેલમાં સારી રીતે પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં હળદર,ધાણાજીરું,લસણવાળી ચટણી,મીઠું ઉમરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં પાણી ઉમેરીને ફુલ ગેસ પર પકાવી લો.

સર્વ કરો

હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને રોટલી,રોટલા,પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Keri Pickle: કાચી કેરીનું અથાણું બનાવવાની રીત