મેંદા, ઘઉ, ચોખા વગેરેમાંથી ફરસી પુરી બનાવી શકાય છે, ચાલો જાણીએ ફરસી પુરી બનાવવાની રેસીપી જણાવીશું.
ઘઉંનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, જીરું, ચાટ મસાલો, કસુરી મેથી, ઘી, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી એમાં હાથે થી મસળીને મેથી,જીરું,મરી,હળદર,સફેદ તલ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લો.
હવે તેમાં થોડું તેલ અને પાણીન નાખીને કઠણ લોટ બાંધીને તેને ઢાંકીને 30 મિનીટ કલાક મૂકી દો.
હવે લોટને ફરીથી મસળીને નાના નાના લુવા બનાવીને પાતળી પુરી બનાવી લો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરી નાખી ધીમા તાપે પુરી ક્રિસ્પી તળી લો.
તૈયાર છે ઘઉંનો લાટની ક્રિસ્પી ફરસી પુરી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.