અડદિયા શિયાળામાં શરીરને ઠંડીથી બચાવીને ગરમી આપે છે. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જાણી લો રેસીપી
અડદનો લોટ, ઘી, ગોળ, કાજુ, બદામ, સૂકા નારિયેળનું છીણ, સૂંઠ, ગોંદ, ઘી, ગોળ.
એક કડાઈમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અડદનો લોટ ઉમેરીને મિક્સ કરી લો, પછી તેને સતત હલાવતા રહો.
જ્યારે લોટ સોનેરી થઈ જાય ત્યારે તેમાં ગોંદના ટુકડા ઉમેરો અને જ્યાં સુધી તે ફૂલી ન જાય ત્યાં સુધી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
હવે તેમાં કાજુ, બદામ પાવડર અને સૂંઠ પાવડર, છીણેલું નાળિયેર ઉમેરી અને મિક્સ કરો.
હવે બીજી કડાઈમાં ગોળ અને ઘી નાખીને તેને ગરમ કરો, જ્યારે તે થોડું ઉકળે, પછી ગેસ બંધ કરો અને તેને લોટના મિશ્રણમાં ઉમેરો.
હવે બધી વસ્તુને સરખી રીતે હલાવીને મિક્સ કરો અને તેને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢીને ફેલાવો.
જો તમે ઇચ્છો તો તેના ટુકડા કરો અને તેને ડબ્બામાં ભરી લો. જ્યારે ઇચ્છો ત્યારે ખાવ.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.