શિયાળામાં ઘરે બનાવો પૌષ્ટિક મેથી પાક, જાણી લો રેસીપી


By Dimpal Goyal09, Dec 2025 03:55 PMgujaratijagran.com

મેથી પાક રેસીપી

શિયાળામાં શરીરને ગરમી અને શક્તિ આપવા માટે મેથી પાક એક ઉત્તમ અને પાવરફૂલ વસાણું છે. અહીં આપેલી પરફેક્ટ રેસીપી અને માપ સાથે તમે ઘરે સરળતાથી પોચો મેથી પાક બનાવી શકો છો.

સામગ્રી

25 ગ્રામ બદામ, 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ સૂકી દ્રાક્ષ, 25 ગ્રામ પિસ્તા, 80 ગ્રામ ઘઉંનો લોટ, ત્રણ ચમચી અડદ દાળ, ત્રણ ચમચી મેથી દાણા, 50 ગ્રામ ગુંદર,30 ગ્રામ સુકુ ટોપરું, સવા 200 ગ્રામ દેશી ઘી, અને 200 ગ્રામ ગોળ, એક ચમચી ખસખસ, એક ચમચી ગંઠોડાનો પાઉડર, બે ચમચી સુંઠ પાવડર, અડધી ચમચી હળદર,

સ્ટેપ 1

મેથી દાણા, અડદ દાળ અને ગુંદને મિક્સર જારમાં અલગ-અલગ લઈને બારીક લોટ તૈયાર કરો.

સ્ટેપ 2

તૈયાર કરેલા મેથીના લોટને એક કે બે ચમચી ગરમ ઘીમાં પલાળીને તેની પેસ્ટ તૈયાર કરો. આનાથી તે મિશ્રણમાં કણી પડશે નહીં અને મેથી પાક પોચો બનશે.

સ્ટેપ 3

એક મોટી કડાઈ લો અને તેમાં લગભગ 100 ગ્રામ જેટલું ઘી ગરમ કરો. તૈયાર કરેલો ગુંદ આ ઘીમાં તળી લો અને તેને ગાર્નિશિંગ માટે બાજુ પર રાખો. કઢાઈમાં બાકી રહેલા ઘીમાં ઘઉંનો લોટ ઉમેરીને ધીમા તાપે શેકો.

સ્ટેપ 4

જ્યારે ઘઉંનો લોટ લગભગ થોડો શેકાઈ જાય, ત્યારે તેમાં અડદનો લોટ ઉમેરો. બંને લોટને ધીમા તાપે શેકતા રહો. જ્યારે લોટમાંથી સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં તળેલા ગુંદ ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ 5

ગુંદ સારી રીતે શેકાઈ જાય અને લોટ સાથે ભળી જાય, ત્યારે તેમાં  બદામની કતરણ અને  સૂકા ટોપરાની છીણ ઉમેરો. ત્યાર બાદ તરત જ સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને હળદર ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 6

બધું મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય, ત્યારે તૈયાર કરેલી મેથીની પેસ્ટ અને સૂકી દ્રાક્ષ ઉમેરો. ગેસની ફ્લેમ લો રાખીને આ બધું મિશ્રણ ફરીથી સારી રીતે મિક્સ કરીને શેકી લો.

સ્ટેપ 7

હવે ગેસ બંધ કરી દો. મિશ્રણમાં ગોળને થોડો થોડો કરીને ઉમેરતા રહો અને બધું બરોબર હલાવીને મિક્સ કરો, ગોળ સંપૂર્ણપણે મિક્સ થઈ ગયા બાદ, તેમાં છેલ્લે પિસ્તા અને ખસખસ ઉમેરો.

સ્ટેપ 8

તૈયાર મિશ્રણને ઘી લગાવેલ મોલ્ડ અથવા થાળીમાં પાથરીને સેટ કરવા માટે રાખો, જ્યારે મિશ્રણ થોડું ગરમ હોય, ત્યારે તેને નાના કદમાં કટ કરી લો.આમ તૈયાર થઈ જશે તમારો પોચો અને પૌષ્ટિક મેથી પાક!

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો

કિંજલ દવે અને ધ્રુવિન શાહના સગાઇની તસવીરો નિહાળો