હાથ વડે ભોજન કરો, આ બીમારીઓ રહેશે દૂર


By Kajal Chauhan27, Sep 2025 05:16 PMgujaratijagran.com

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી હાથ વડે ભોજન કરવાની પરંપરા ચાલી આવે છે. જોકે આજના આધુનિક સમયમાં ઘણા લોકો ભોજન કરવા માટે ચમચી જેવી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ વડે ભોજન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ થઈ શકે છે? ચાલો જાણીએ ફાયદા

પાચનક્રિયામાં સુધારો

જે લોકો વારંવાર પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે, તેમના માટે હાથ વડે ભોજન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી થોડા જ દિવસોમાં પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે.

શરીરને ઊર્જા મળશે

જ્યારે તમે હાથ વડે ભોજન કરો છો ત્યારે શરીરમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જેવા પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. આ સંતુલનને કારણે શરીરને ભરપૂર ઊર્જા મળે છે.

તન અને મન સ્વસ્થ રહેશે

હાથ વડે ભોજન કરતી વખતે શરીરમાં જરૂરી એન્ઝાઇમ્સ (પાચક રસો) ભળે છે, જે તન અને મન બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

માંસપેશીઓનો વ્યાયામ

હાથ વડે ભોજન કરવાનો એક મોટો ફાયદો એ છે કે તેનાથી હાથની માંસપેશીઓનો વ્યાયામ થાય છે. માંસપેશીઓના આ વ્યાયામથી શરીર નિરોગી રહે છે.

ખાસ ધ્યાન રાખો

જો તમે હાથ વડે ભોજન કરી રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ભોજન પહેલાં તમારા હાથ સાબુથી સારી રીતે ધોઈ લો, નહીંતર તમે બીમાર પડી શકો છો.

Cancer Causes: તમારા રસોડામાં રહેલી આ વસ્તુઓ કેન્સરને આપે છે આમંત્રણ