Dahi Vada Recipe: હોળી સ્પેશિયલ દહીં વડા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi10, Mar 2025 04:57 PMgujaratijagran.com

દહીં વડા

દહીં વડા ચાટ ખૂબ જ લોકપ્રિય ફૂડ ડીશ છે. દહીં વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે દહીં વડા ઘરે પણ બનાવી શકો છો, નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

અડદની દાળ, લીલા મરચા, આદુ, કાળા મરી પાઉડર, તેલ, પાણી, દહીં, શેકેલું જીરું, લાલ મરચું પાઉડર, ખાટી-મીઠી આમલીની ચટણી, લીલી ચટણી, મીઠું, ફ્રૂટ્સ સોલ્ટ, કોથમરી, ધાણાજીરું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં અડદની દાળને આખી રાત પલાળીને બીજા દિવસે દાળને બારીક પીસી લો.

સ્ટેપ-2

હવે તેમાં સમારેલાં લીલાં મરચાં, આદુ, ખાવાનો સોડા અને મીઠું મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી પછી પેસ્ટમાંથી ગોળ આકારના વડા બનાવીને તેલમાં તળી લો.

સ્ટેપ-4

હવે એક વાસણમાં હુંફાળું પાણીમાં તળેલા વડા રાખીને પછી વડા નરમ થાય એટલે તેને હાથ વડે દબાવીને પાણી નિતારી લો.

સ્ટેપ-5

હવે એક વાસણમાં દહીં, જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાળું મીઠું, આમલીની ચટણી, લીલી ચટણી અને સાદું મીઠું નાખીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે વડા ઉપર દહીં,લીલા ધાણા, જીરું પાવડર અને લાલ મરચું પાવડર નાખીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makhana Kheer Recipe: મખાના ખીર બનાવવાની રીત