કરાચીનો હલવો એ શિયાળાની સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે જે મુખ્યત્વે બદામ, કોર્નફ્લોરના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે.
હલવો ફળો અથવા શાકભાજીમાંથી જ બનાવવામાં આવતો હોય છે, પરંતુ આ રેસીપીમાં લોટ અને કોર્નફ્લોરનો સમાવેશ કરીને એક ટેસ્ટી ડિશ બનાવી શકો છો.
નવા વર્ષમાં પરિવાર કે ખાસ મિત્રો સાથે ઘરે જમાવાનું આયોજન કરી રહ્યાં હોવ, તો આ વર્ષે બોમ્બે-સ્ટાઈલ કરાચી હલવો ટ્રાય કરો.
લોટ, પાણી, કોર્નફ્લોર, ખાંડ, ઘી, કાજુ, બદામ.
સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં કોર્નફ્લોર, પાણી મિક્સ કરીને તેને બાજુ પર રાખો.
હવે એક કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરીને મિશ્રણને બરાબર પકાવીને તેમાં મકાઈનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં ઘી ઉમરીને મિક્સ કરો.
મિશ્રણ થોડું થીક થઈ જાય એટલે તેમાં રેડ ફૂડ કલર ઉમેરીને મિક્સ કરીને મિશ્રણને ગ્લોસી થાય પછી તેમાં કાજુ ઉમેરીને ફરીથી હલાવો.
હવે આ મિશ્રણને ટ્રેમાં સ્થાનાંતરિત કરી તેની ઉપર બદામની કાતરી ગાર્નિશ કરી કરાચીના હલવાના છરી વડે ટુકડા કરી લો.
તૈયાર છે બોમ્બે સ્ટાઈલ કરાચી હલવો, તમે અઠવાડિયા સુધી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.