ચાટ મસાલો છાશ, સલાડ અને રાયતું જેવી વાનગીનો સ્વાદ વધારે છે. તમે ઉનાળામાં છાશ, સલાડ કે રાયતામાં ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો.
બજારમાં મળતા ચાટ મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને હોમ મેઈડ સરળ રીત જણાવીશું.
ફુદાનાના સુકા પાન, લાલ મરચા, આખું જીરું, ધાણા, કાળા મરી, લવિંગ, કાળું મીઠું, આમચુર પાઉડર, સાઇટ્રિક એસિડ ક્રિસ્ટલ.
સૌ પર્થમ ફુદાનાના પાન પાણીમાં ધોઇ સાફ કરીને એક કડાઇમાં ધીમા ફુદીનાના પાન, જીરું, ધાણા અને આખા મરચા ધીમા તાપે શેકીને પ્લેટમાં કાઢી ઠંડા થવા દો.
હવે શેકેલા ફુદીનાના પાન અને શેકેલા મસાલા, આમચુર પાઉડર અને સાઇટ્રિક એસિડ ક્રિસ્ટલ મિક્સર જારમાં ઉમેરો.
બધી સામગ્રીને મિક્સર જારમાં નાખીને એકદમ પાઉડર જેવી બારીક પીસી લો.
હવે એક બાઉલમાં કાઢી અન્ય માસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે ચાટ મસાલાની રેસીપી તમે હવાચુસ્ત ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
આ ચાટ મસાલો છાશ, સલાડ કે રાયતામાં નાંખી સર્વ કરો.