ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ફળોના રાજા કેરી બજારોમાં ખીલવા લાગે છે. ભારતમાં કેરીની ઘણી જાતો જોવા મળે છે.
આ કેરીને આલ્ફોન્સો કેરી અથવા હાફુસ કે હાપૂસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે અસલી હાફૂસ ખરીદવા માંગતા હોવ તો તેની ઓળખ જરુરી છે.
આ ફળને રંગ, સુગંધ, તેની પ્રમાણપત્રની ઓળખી શકાય છે.
આ કેરીનો રંગ સોનેરી પીળો અને લાલ રંગના ચાઠા હોય છે.
નકલી હાફૂસ કેરની છાલ વધુ પડતી ચમકતી દેખાય છે.
અસલી હાફૂસ કેરીનો આકાર ગોળાકાર અને છાલ એકદમ મુલાયમ હોય તેમજ આ ફળ 159થી 300 ગ્રામનું હોય છે.
નકલી હાફૂક કેરી ઘણાવાર સામાન્ય ફળ કરતા મોટી હોય છે.
અસલી હાફૂસ કેરી કદમાં નાની પણ વજનમાં ભારે અને છાલ પાતળી હોય છે.
નકલી હાફૂસ કેરીની છાલ જાડી હોય છે.
અસલી હાફૂસ કેરીની સુગંધ હળવી મીઠી હોય છે.
નકલી હાફૂસ કેરીમાં કૃત્રિમ કે તીવ્ર ગંધ આવતી હોય છે.
અસલી હાફૂસ કેરીનો પલ્પ ખૂબ જ નરમ અને ફાઈબરલેસ, મોંઢામાં જતાની સાથે જ ઓગળી જાય છે.
નકલી હાફૂક કેરીનો પલ્પ રેસાદાર હોય છે.