Pakoda Recipe: 10 મિનિટમાં ઘઉંના લોટથી સ્વાદિષ્ટ પકોડા બનાવો


By Vanraj Dabhi02, Feb 2025 10:48 AMgujaratijagran.com

ઘઉંના લોટના પકોડા

દરેક લોકોએ મેથી પાલકના પકોડા ચણાના લોટમાંથી બનાવે છે. પરંતુ આજે અમે તમને ઘઉંના લોટમાંથી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

લોટ, મીઠું, લીલા મરચા, કોથમીર, જીરું, તેલ, હળદર.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બાઉલમાં લોટ, જીરું, હળદર નાખી થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો.

સ્ટેપ-2

હવે કોથમીર અને મરચાંને ધોઈ લો, પછી તેને બારીક સમારી લો.

સ્ટેપ-3

હવે બેટરમાં મીઠું, સમારેલ મરચું અને કોથમીર નાખીને ફરીથી સારી રીતે મિક્સ કરો અને પીટ કરો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ઘઉંનો લોટમાંથી હાથ કે ચમચીની મદદથી પકોડા બનાવો.

સ્ટેપ-5

ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો પછી તેને બહાર કાઢીને ટીશ્યુ પર રાખો.

સર્વ કરો

તૈયાર છે પકોડા તમે ઘરે 10 મિનિટમાં તૈયાર કરી શકો છો જશે. તેને ચટણી કે અથાણા સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Income Tax Budget 2025: બજેટ 2025માં ટેક્સ સ્લેબમાં થયો ફેરફાર, અહીં જાણો