બાળકોને મેગી ખાવી ખૂબ મજા આવતી હોય છે.જો તમારા બાળકને પણ મેગી ખાવાનો શોખ છે અને તમે તેને વધારે મેગી ખવડાવવા માંગતા નથી, તો તમે વર્મીસેલીની મદદથી ખૂબ જ સ્વાદિષ્ટ મેગી બનાવી શકો છો.
મેગી પેકેટ, ડુંગળી, ટામેટાં, લસણ, મરચું, કોથમરી, ગાજર, વટાણા, મેગી મસાલો, મીઠું મગફળી.
સૌ પ્રથમ મનપસંદ શાકભાજી ધોઈને પછી તેને સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, લસણ અને મરચાં ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં અન્ય શાકભાજી ઉમેરી હાઈ ફ્લેમ પર હલાવતા રહીને થોડીવાર પકાવી પછી તેમાં ટામેટાં ઉમેરો અને 1 મિનિટ સુધી પકાવો.
ટામેટાં થોડા ઓગળી જાય પછી તેમાં મેગી મસાલો, 1 ગ્લાસ પાણી અને મેગી ઉમેરીને તેને પાકવા દો.
હવે ઉપર કોથમરી, મગફળીથી ગાર્નિસ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.