શિયાળામાં આંગળા ચાટતા રહી જાવ તેવું ઢાબા જેવું ટેસ્ટી પંજાબી ફ્લાવર બટેટા વટાણાનું શાક તમે ઘરે ટ્રાય કરો.
કોલી ફ્લાવર, બટેટા, લીલા વટાણા, ડુંગળી, ટામેટા, લસણ, આદુ, કાજુ, દહીં, લાલ મરચું પાવડર, મસાલો, હળદર પાવડર, જીરુંધાણા, જીરું, તમાલપત્ર, મીઠું, કોથમીર, તેલ.
સૌ પ્રથમ એક કોબી ફ્લાવર અને બટાકા સમારી લો તેમજ લીલા વટાણાને ફોલીને દાણા કાઢી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ફ્લાવર, લસણ, ડુંગળી, કાજુ, ટમેટા અને મીઠું ઉમેરીને સાંતળી થોડીવાર ઠંડુ થાય પછી મિક્સર જીરમાં નાખીને પીસી લો.
હવે તે જ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લાલ મરચું, હળદર અને પીસેલી પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં લીલી વટાણાં, દહીં અને લાલ મરચું પાઉડર અને થોડુ પાણી ઉમેરીને પકાવી લો.
હવે તેમાં ફ્લાવર, બટાકા તેમજ અન્ય મસાલા ઉમરીને મિક્સ કરી પકાવી લો.
તૈયાર છે ફ્લાવર બટેટા વટાણાનું શાક, તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.