Vaghareli Khichdi Recipe: કાઠીયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડીની રેસીપી


By Vanraj Dabhi03, Dec 2024 05:53 PMgujaratijagran.com

વઘારેલી ખીચડી

આ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી છે અને તેને બનાવવી પણ એકદમ સરળ છે, આ રીતે તમે ઘરે બનાવી શકો છો.

સામગ્રી

ચોખા,ચણાની દાળ,મગદાળ,તુવેરદાળ,બટેટા,ગાજર,લીલા વટાણા,હળદર પાવડર,ઘી,તેલ,રાઈ,જીરું,હિંગ,તમાલપત્ર,સૂકા લાલ મરચા,ડુંગળી,ટામેટા,લસણ કળી,આદુ,મરચું પાવડર,લીલું મરચું,મીઠા લીમડાના પાન,ગરમ મસાલો,ધાણા જીરું પાવડર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ દાળ ચોખાને એક બાઉલમાં ધોઈ સાફ કરીને પાણીમાં થોડીવાર પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં પાણી ગરમ કરીને તેમા હળદર,મીઠું,સમારેલા શાકભાજી અને દાળ-ચોખા ઉમેરી 2-3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ,જીરું,તમાલપત્ર વગેરે મસાલા અને ડુંગળી ઉમેરીને વઘાર કરી લો.

સ્ટેપ- 4

હવે પ્રેશર કૂકરમાંથી હવા નિકળી જાય પછી ઢાંકણ ખોલીને ચમચાની મદદથી હલાવીને મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે વઘાર કરેલ પેનમાં આ ખીચડી ઉમેરીને બરાબર મિક્સ કરો.

ગાર્નિશ કરો

હવે તેહવે તેના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.ના પર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતમાં સૌથી વધારે કેરીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?