Aloo Palak Recipe: ઢાબા સ્ટાઇલ પાલક બટાકાનું શાક બનાવવાની રીત


By Vanraj Dabhi24, Mar 2025 02:54 PMgujaratijagran.com

પાલક બટાકાનું શાક

બટાકા પાલકનું શાક ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, પરંતુ આજે અમે તમને સૂકીભાજી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

બાફેલાં બટાકા,પાલક, આદું, લીલાં મરચાં, લસણ, ડુંગળી, જીરું, હળદર,લાલ મરચું પાઉડર, લીંબુનો રસ, તેલ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટાકાને એક પ્રેશર કૂકરમાં બાફી તેની છાલ ઉતારીને સમારી લો અને પાલક-ડુંગળીને ધોઈને ઝીણું સમારી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈ તેલ ગરમ કરી તેમાં જીરું, આદું- લસણ, લીલાં મરચાંની પેસ્ટ ઉણેરીને સાંતળી લો.

સ્ટેપ-3

હવે તેમાં ડુંગળી,હળદર અને લાલ મરચું પાઉડર નાંખીને પકાવી લો.

સ્ટેપ-4

હવે તેમાં સમારેલ પાલક, બટાકા અને મીઠું નાંખીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી એક સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ વેજીટેબલ દલિયાની રેસીપી