આપણે દાળ-ભાત કે રોટલી-સબ્જી સાથે અથાણું અને ચટણી જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ જો તમે કંઈક અલગ જ સ્વાદ લેવા માંગતા હોવ તો તમે આમળા અને કાચી હળદરનો સંભારા બનાવી શકો છો.
આમળા, કાચી હળદર, તેલ, હીંગ, લસણ, મગફળી, લીલા મરચા, કોથમીર, લીંબુનો રસ, મીઠું.
સૌથી પહેલા કાચા આમળાને નાના-નાના ટુકડા કરીને તેના બીજ કાઢી લો. આ પછી, કાચી હળદરને છોલીને ધોઈ લો અને પછી તેના નાના ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરી તેમાં જીરું, હિંગ, આમળા અને કાચી હળદર નાખો.
જ્યારે આમળા બફાઈ જાય અને નરમ થઈ જાય પછી સ્વાદ મુજબ મીઠું નાખી, લીલા મરચાં અને મગફળી નાખીને પકાવો.
બરાબર પાકી જાય પછી મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દો અને પછી મિશ્રણને થોડું બરછટ પીસી લો.
હવે તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને કાચના કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.
આમળા અને કાચી હળદરના સંભારાને તમે રોટલી, શાક, કઠોળ, ભાત, તળેલા ચોખા વગેરે સાથે ખાઈ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.