વિશ્વમાં સિંગાપુર એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એકપણ ખેતર નથી. આ દેશ વિકસિત દેશોની યાદીમાં સામેલ છે.
સિંગાપુર વિશ્વના સૌથી નાના દેશોમાં સ્થાન ધરાવે છે. તેનું ક્ષેત્રફળ 735 સ્ક્વેર કિલોમીટર છે.
વર્ષ 1965માં મલેશિયાથી અલગ થઈ નવા સિંગાપુરનું સર્જન થયું હતું. તેને સિંહોનો દ્વિપ પણ કહે છે. આ એશિયાની ચોથી અને વિશ્વની નવમી મોટી અર્થવ્યસ્થા છે.
અહીં કાચા માલના પુરવઠા અન્ય દેશોથી જાય છે. અહીં ખાવાપીવા અને શાકભાજી તમામ માટે અન્ય દેશોના અર્થવ્યવસ્થા પર આધાર રાખે છે.
સિંગાપુરમાં પાણી મલેશિયાથી દૂધ, ફળ, અને શાકભાજી ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયાથી આવે છે. કઠોળ, ચોખા તથા અન્ય જરૂરિયાતો સિંગાપુરની થાઈલેન્ડ તથા ઈન્ડોનેશિયા પૂરી કરે છે.