Amla Chutney Recipe: 10 મિનિટમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ આમળાની ચટણી


By Vanraj Dabhi15, Feb 2025 06:04 PMgujaratijagran.com

આમળા ચટણી

આજે અમે તમને આમળામાંથી બનેલી ખૂબ જ સ્વાદિષ્ટ ચટણીની રેસીપી જણાવીશું. તમે તેને ઝડપથી બનાવી શકો છો અને દરરોજ તેનું સેવન કરી શકો છો.

પોષક તત્ત્વો

આમળામાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે, જે વાળ ખરવાનું ઓછું કરવામાં મદદ કરે છે અને શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.

સામગ્રી

આમળા, મરચું, આદુ, લસણ, લીલા ધાણા, મીઠું

સ્ટેપ-1

સૌ પ્રથમ આમળાને ધોઈને છરીની મદદથી નાના ટુકડા કરી લો અને લસણ ફોલીને ધોઈ લો અનેે કોથમરી અને મરચાંને ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે મિક્ષર જારમાં આમળા, લસણ-મરચાં, કોથમીર અને મીઠું ઉમેરીને પીસી લો.

સર્વ કરો

તૈયાર છે આમળાની ચટણી, તમે ઘરે ફક્ત 10 મિનિટમાં બનાવી શકો છો.

ટિપ્સ

જો તમે દાળ અને ભાત સાથે આમળાની ચટણી ખાશો તો તમે શાક ભૂલી જશો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તમે તેને પરાઠા સાથે બાળકોને પણ આપી શકો છો, તે પરાઠા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વધારે પડતુ ગરમ ભોજન લેવાથી થઈ શકે છે આ નુકસાન