Atta Biscuit Recipe: ઘઉંના બિસ્કિટ બનાવવાની રીત


By Vanraj Dabhi27, Dec 2024 10:47 AMgujaratijagran.com

ઘઉંના બિસ્કિટ

માર્કેટમાં વિવિધ પ્રકારના બિસ્કીટ મળતા હોય છે, આજે અમેતમને ઘઉંના લોટમાંથી યુનિક બિસ્કીટ બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, ઘી, ગોળ, બેકિંગ પાવડર, ખાવાનો સોડા, બેસન, સોજી, દૂધ, બદામ અને પિસ્તા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ગોળ અને ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, બેકિંગ પાઉડર, એલચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક મિક્સર જારમાં બદામ-પિસ્તા ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-4

હવે લોટ બાંધીને લૂઆ બનાવી રોટલી જેમ વણી ઉપર બદામ-પિસ્તા ગાર્નિશ કરીને વેલણથી રોલ કરો.

સ્ટેપ-5

બિસ્કીટના માપનું ગોળ આકારમાં કટિંગ કરીને ઓવનમાં અથવા કડાઈમાં મૂકીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ઘઉંના લોટના બિસ્કીટ, તમે ચા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tuver Methi Sabji: પંજાબી શાકને ટક્કર મારે તેવું લીલી તુવેર અને મેથીની ભાજી