Bajra Ladoo Recipe: શિયાળામાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગોળ અને બાજરીના લાડુ


By Vanraj Dabhi08, Dec 2024 05:22 PMgujaratijagran.com

શિયાળાની ઋતુ

શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા માટે વિવિધ પ્રકારની વાનગી ટ્રાય કરતા હોય છે, આજે અમે તમને બાજરી અને ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવવા વિશે જણાવીશું.

ગોળ અને બાજરીના લાડુ

ઠંડા વાતાવરણમાં લાડુ ખાવાનો એક અલગ આનંદ હોય છે. તમે બાજરીના લાડુ ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

બાજરીનો લોટ, ગોળ, દેશી ઘી, ડ્રાય ફ્રૂટ્સ, એલચી પાવડર.

સ્ટેપ-1

સૌપ્રથમ ગેસ પર એક તવામાં દેશી ઘી નાખીને ગરમ કરો.

સ્ટેપ-2

હવે તેમાં બાજરીનો લોટ નાખીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સ્ટેપ-3

હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરોને બહાર કાઢી લો.

સ્ટેપ-4

હવે કડાઈમાં ગોળ નાખીને બરાબર ઓગાળી લો.

સ્ટેપ-5

ગોળવાળા મિશ્રમાં શેકેલા બાજરીનો લોટ, તળેલા ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો.

સ્ટેપ-6

હવે આમાંથી લાડુ બનાવો અને શિયાળામાં તેનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Bhakri Recipe: મેથી મસાલા બિસ્કીટ ભાખરીની યુનિક રેસીપી