Methi Bhakri Recipe: મેથી મસાલા બિસ્કીટ ભાખરીની યુનિક રેસીપી


By Vanraj Dabhi08, Dec 2024 04:55 PMgujaratijagran.com

મેથી ભાખરી

દરેક લોકોને નાસ્તામાં ભાખરી ખાવી પસંદ હોય છે, આજે અમે તમને મેથી મસાલા બિસ્કીટ ભાખરીની યુનિક વાનગી બનાવવાની રીત શેર કરીશું.

સામગ્રી

ઘઉંનો લોટ, મલ્ટીગ્રેન લોટ, મેથીની ભાજી, તલ, ગરમ મસાલો, ધાણાજીરું, અજમો, હળદર, મરચું પાઉડર, હિંગ, મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીની ભાજી સમારી ધોઈ લો અને તેને નિતારીને તેલમાં હલવી સાંતળી લો.

સ્ટેપ-2

ભાજી ઠંડી થાય પછી લોટ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરીને કઠણ લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે લોટમાંથી નાના લૂઆ બનાવી લાડકાના દસ્તા વડે દબાવીને નાની ભાખરી બનાવી લો.

સ્ટેપ-4

હવે એક તવો ગરમ કરી તેની પર ભાખરીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી મસાલા બિસ્કીટ ભાખરી, તમે ચા સાથે નાસ્તામાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Pav Recipe: બોમ્બે સ્ટાઈલ મસાલા પાવ બનાવવાની રીત