પરાઠાની વિવિધ રેસીપી તો તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને જણાવીશું બાજરીના લોટના પરાઠા બનાવવાની યુનિક રેસીપી.
બાજરીનો લોટ, ગાજર, કોબી, ડુંગળી, મીઠું, મરચું, ધાણાના પાન, અળસી, જીરું, હળદર પાવડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, લસણની પેસ્ટ, લીલા મરચાં, તલ.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ, અજમો, મીઠું, તલ, મરી પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, અને શેકેલું જીરું ઉમેરો.
હવે તેમાં લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ગાજરનું છીણ, કોબી, ડુંગળી, કોથમરી, કેપ્સિકમ ઉમેરીને બધુ મિક્સ કરી લો.
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લૂઆ બનીવી લો.
હવે પાટલા અને વેલણની મદદથી પરાઠા બનાવી લો.
હવે એક તવો ગરમ કરી તેની પર પરાઠા મૂકી એક ચમચી તેલ લગાવીને બંને બાજુ સારી રીતે શેકી લો.
તૈયાર છે બાજરીના લોટના પરાઠાની યુનિક રેસીપી, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.