Saragva Nu Shaak: ઢાબા જેવું ચટાકેદાર કાઠિયાવાડી સરગવા બટાકાનું શાક


By Vanraj Dabhi30, Mar 2025 03:59 PMgujaratijagran.com

સરગવા બટેટાનું શાક

દરેક લોકોએ બટેટા અથવા સરગવાનું શાક તો ખાધુ જ હશે, પરંતુ ક્યારેય સરગવા બટેટાનું મિક્સ શાક નહીં ટ્રાય કર્યું હોય, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી

સરગવો, બટેટા, લસણ, લાલ મરચું પાઉડર, તેલ, રાઈ, હિંગ, ટમેટા, હળદર, મીઠું, ધાણાજીરું, પાણી, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ સરગવાની સીંગના ટુકડા કરી એક પ્રેશર કૂકરમાં પાણી, આખા બટેટા, સરગવાના ટુકડા અને મીઠું ઉમેરીને બાફી લો.

સ્ટેપ-2

એક ખાંડણીમાં લસણની કરીઓ અને લાલ મરચું પાઉડર ઉમેરીને ચટણી બનાવી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, ટમેટા, હળદર, મીઠું નાખીને વઘાર કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ખાંડેલી લસણની ચટણી, બાફેલા બટેટાને સમારીને ઉમેરો અને ઉપરથી ધાણાજીરું નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં જરૂર મુજબ પાણી અને બાફેલી સરગવાની શીંગ, ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે સરગવા બટેટાનું શાક, તમે સર્વ કરી શકો છો.

Bharela Marcha: કાઠીયાવાડી સ્ટાઈલ મસાલેદાર સાંતળેલા ભરેલા લીલા મરચાંનો સંભારો બનાવવાની રીત