Bharela Marcha: કાઠીયાવાડી સ્ટાઈલ મસાલેદાર સાંતળેલા ભરેલા લીલા મરચાંનો સંભારો બન


By Vanraj Dabhi30, Mar 2025 02:28 PMgujaratijagran.com

ભરેલા મરચાં

મોટાભાગના લોકોએ ભરેલા રીંગણા, ભીંડાનું શાક તો ખાધુ જ હશે, આજે અમે તમને ભરેલા મરચાનું શાક કે સંભારો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મરચાં, ગાંઠીયાનો ભુક્કો, શેકેલા શીંગદાણાનો ભુક્કો, સફેદ તલ, ધાણાજીરું, હળદર, લાલ મરચું, ખાંડ, મીઠું, તેલ, જીરુ, અજમો, હિંગ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મરચાને ધોઈ સાફ કરી લો, એક એક મિક્સર જારમાં ગાંઠીયા,શીંગદાણા,તલને ક્રશ કરી લો.

સ્ટેપ-2

મરચાને વચ્ચે ચપ્પુની મદદથી ચેકા પાડીને અંદરથી બીજ કાઢી લો અને એક બાઉલમાં ક્રશ કરેલા ગાંઠિયા, તલ,શીંગદાણાનો ભુક્કો,ધાણાજીરું પાઉડર,હળદર,મીઠું,ખાંડ,લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

મરચાને દબાવીને મસાલો ભરો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું,અજમો,હિંગ નાખી મરચાં વઘારી લો.

સ્ટેપ- 4

હવે તેની ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે પકાવો અને વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહો.

સ્ટેપ- 5

વધેલું પુરણ ઉપરથી છાંટીને મરચાંને ગેસ પરથી ઉતારીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Raita Marcha: ઈન્સટન્ટ આથેલા રાયતા મરચાં બનાવવાની પરફેક્ટ રીત