હલવાની વિવિધ રેસીપી તમે ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે તમને બોમ્બે સ્ટાઈલ આઈસ હલવો યુનિક વાનગી શેર કરીશું, આ રેસીપી તમે ઘરે ટ્રાયકરી શકો છો.
લોટ, દૂધ, ખાંડ, ઘી, ધાણાજીરું, ડ્રાયફ્રૂટ્સ.
સૌ પ્રથમ એક પેનમાં લોટ, દૂધ, ખાંડ અને ઘી ઉમેરીને મિક્સ કરો.
હવે તેને ધીમા તાપે 10 મિનિટ સુધી હલાવતા રહીને બરાબર મિક્સ કરી લો.
મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લો.
હવે એક બટર પેપર પર મિશ્રણને વેલણ વડે ફેલાવી દો.
હવે તેની ઉપર ધાણાજીરું અને ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરી કટર વડે કાપી લો.
તૈયાર છે બોમ્બે સ્ટાઈલ આઈસ હલવો, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.