Dhokli Nu Shaak: કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘેર બનાવો ઢોકળીનું શાક


By Vanraj Dabhi21, Dec 2024 10:25 AMgujaratijagran.com

ઢોકળીનું શાક

સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડી લોકોની મનપસંદ ઢોકળીના શાકની રેસીપી આજે અમે તમને જણાવીશું.

સામગ્રી

ચણાનો લોટ, છાશ, પાણી, મીઠું, તેલ, ડુંગળી, ટામેટાં, લીલા મરચા, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં મીઠું, ખાવાનો સોડા અને ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણાજીરું, સમારેલું લીલું મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે પ્લેટમાં તેલ લગાવી આ મિશ્રણને કાઢી પાથરી છરી વડે ઢોકળીના ટુકડા કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, જીરુ, હીંગ, આદુ મરચાની પેસ્ટ, સમારેલી ડુંગળી, ટામેટા ઉમેરી સાતળો.

સ્ટેપ-5

હવે તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, છાસ, પાણી ઉમેરીને બરાબર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક ઉપર કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Carrot Chilli Pickle: વિન્ટર સ્પેશિયલ ગાજર મરચાંનું અથાણું