Broccoli Cutlet Recipe: બ્રોકલી કટલેસ રેસીપી


By Vanraj Dabhi06, Feb 2025 12:09 PMgujaratijagran.com

કટલેસ રેસીપી

બટાકા અને વટાણાની કટલેસ તો તમે ખાધી હશે, આજે અમે તમને બ્રોકલીની કટલેસ બનાવવની રીત જણાવીશું.

સામગ્રી

બ્રોકલી, લીલા મરચાં, લસણ, બાફેલા બટાકા, લીલા લસણ, કોથમરી, શેકેલું જીરું, કાળા મરી પાઉડર, મીઠું, ચીઝ ક્યુબ, તેલ, બેસન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકલી ઉમેરીને ઉકાળી લો.

સ્ટેપ-2

હવે એક મિક્ષર જારમાં લીલા મરચા, લસણ, બ્રોકલી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં મિશ્રણ કાઢી તેમાં શેકેલું જીરું પાઉડર, મરી પાઉડર, બાફેલા બટાકા ઉમેરીને મેશ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં કોથમરી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્ષ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં ચણાનો લોટ અને ચીઝ ક્યુબ ખમણીને ઉમેરો અને બરાબર મિક્ષ કરી કટલેટ બનાવી લો.

સ્ટેપ-6

હવે એક નોન સ્ટીક પેન પર તેલ નાખી કટલેસ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બ્રોકલી કટલેસ રેસીપી, તમે તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kotha Chaat: ઉનાળામાં લુ થી બચવા ઘરે બનાવો ચટપટી કોઠાની ચાટ રેસીપી