પરાઠા તો તમે ઘણી પ્રકારના ખાધા હશે, આજે અમે તમને કોબી ગાજરના પરાઢાની રીત જાણાવીશું.
કોબીજ,ગાજર,કોથમીર,ઘઉંનો લોટ,તલ,જીરું,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર પાવડર,મીઠું,હીંગ,તેલ.
સૌ પ્રથમ કોબી અને ગાજરને છીણી અને એક બાઉલમાં નાખો.
હવે એક બાઉલમાં કોબી-ગાજરનું છીણ,જીરું,કોથમરી,હળદર-મીઠું-મરચું,ધાણાજીરું,હીંગ ઉમેરો.
હવે તેમાં ઘઉંનો લોટ,તેલ ઉમેરીને મિક્સ કરીને લોટ બાંધી લો.
હવે તેના નાના નાના બોલ બનાવીને પાટલા પર રાખી વણીને તેના પર તલ છાંટીને વેલણથી વણી લો.
હવે એક લોઢી ગરમ કરી તેના પર પરાઠા શેકી તેમાં એક ચમચી તેલ ઉમેરીને પરાઠા પકાવો.
તૈયાર છે કોબી-ગાજરના પરાઠા,તમે ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.