Paratha Recipe: કોબી પરોઠાની યુનિક રેસીપી


By Vanraj Dabhi19, Dec 2024 05:03 PMgujaratijagran.com

પરોઠા રેસીપી

શિયાળામાં ઘણી પ્રકારના શાકભાજી મિક્સ કરીને પરાઠા બનાવવામાં આવે છે, આજે અમે તમને નાસ્તા માટે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ કોબી પરાઠા બનાવવવાની રીત જણાવીશું.

સામગ્રી

કોબીજ, ગાજર, ઘઉંનો લોટ, તેલ, આદુ મરચાની પેસ્ટ, મીઠું, ચાટ મસાલો, આમચૂરણ, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, કોથમીર, જીરું, વરિયાળી, હિંગ, તલ, કસુરી મેથી, અજમો.

સ્ટેપ-1

સૌપ્રથમ બાઉલમાં ઘઉંનો ચાળી તેમાં મીઠું, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ગાજર, કોબીજને બરાબર સમારી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હળદર, આમચૂરણ પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું અને થોડું મીઠું નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં બધી શાકભાજી નાખીને 2 થી 3 મિનિટ સુધી ફ્રાય કરી આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો.

સ્ટેપ-5

હવે લોટમાંથી લૂઓ લઈ તેમાં સ્ટફિંગ ભરી રોટલી જેમ બનાવીને એક તવા પર તેલ લગાવીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે કોબીજના પરાઠા, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મલાઈ માંથી આવતી દુર્ગંધને દૂર કરવા આ યુક્તિઓ અપનાવો