શિયાળામાં ભાજન સાથે દરેક લોકોને કઈક ચટપટુ ખાવાનું મન થાય છે, ત્યારે સ્પેશ્યલ ગાજર મરચાનું અથાણું આ રીતે બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે.
ગાજર,મરચા,લસણની કળીઓ,રાઈ,તેલ,તુરીયા,મેથીના દાણા,કાળા મરી,જીરું,આખા ધાણા,વરિયાળી,લાલ મરચું પાવડર,હીંગ,હળદર પાવડર,ડુંગળીના બીજ,આદુ,મૂળો,મીઠું.
સૌ પ્રથમ ગાજર,મરચા અને મૂળાને લાંબી કાતરીમાં રમારી લો.
હવે એક પેનમાં કાળી-પીળી રાઈ,મેથીના દાણા,કાળા મરી,જીરું,આખા ધાણા,લીલી વરિયાળી શેકીને થોડા ઠંડુ થાય પછી મિક્સર જારમાં નાખીને પીસી લો.
હવે એક બાઉલમાં તમામ મસાલા,હળદર-મરચુ અને ડુંગળીના બીજ મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી થોડું તેલ ઠંડુ થાય પછી તેમાં હીંગ અને ગાજર મરચા ઉમેરીને મિક્સ કરી થોડીવાર સાંતળી લો.
હવે તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરીને મિકસ કરી લો.
તૈયાર છે ગાજર મરચાનું ચટપટુ અથાણું, તમે ભોજન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.