ઘણા લોકોને સાંજે ડિનરમાં રોટલો પસંદ હોય છે, આજે અમે તમને કાઠીયાવાડી સ્ટાઈલ બાજરાનો મસાલા વાળો રોટલો બનાવવાની રીત જણાવીશું.
પાણી, હળદર, મીઠું, લસણની પેસ્ટ, પાલક, કથમરી, લીલા સરચા, બાજરાનો લોટ.
સૌ પ્રથમ એક કથરોટમાં થોડું પાણી, મીઠું, હળદર ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ઝીણું સમારેલું પાલક, કોથમરી અને લીલા મરચાં નાખો.
હવે તેમાં લસણની પેસ્ટ અને બાજરાનો લોટ ચાળીને મિક્સ કરી લો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો.
હવે ચૂલા પર માટીની તાવડી ગરમ કરો અને બાંધેલા લોટમાંથી રોટલો બનાવીને તાવડીમાં નાખો.
રોટલાને બંને બાજુ સારી રીતે શેકીને ઉપર માખણ લગાવીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક - શેર કરજો અને યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.