શિયાળાની ઋતુમાં દરેક લોકોને ચટપટું ખાવાનું મન થતું હોય છે, તમે સાંજે ડિનરમાં ચવાણાનું શાક બનાવી શકો છો.
ટમેટા, ડુંગર, લીલા મરચા, તેલ, રાઈ-જીરું, હિંગ, હળદર, મરચું, મીઠું, મીઠો લીમડો, પાણી, તીખા મીઠા ચવાણું, કસૂરી મેથી,
સૌ પ્રથમ ડુંગળી, ટમેટા, લીલા મરચાને ઝીણા સમારી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,હિંગ-હળદર, મીઠો લીમડાનો વઘાર કરી લો.
હવે તેમાં ઝીણા સમારેલા શાકભાજી નાખીને થોડીવાર સાંતળી લો.
હવે તેમાં મીઠું-મરચું અને થોડું પાણી નાખીને પકાવી લો.
હવે તેમાં તીખા મીઠા ચવાણું બે મિનિટી પકાવી તમાં કસૂરી મેથી નાખીને ગાર્નિશ કરો.
તૈયાર છે ચવાણાનું ચટપટું શાક તમે ફુલકા રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.